તો... મોટાભાગના વસાહતીઓને 10 વર્ષે અને શરણાર્થીઓને 20 વર્ષે કાયમી વસવાટ મળશે
આ વર્ષના અંતમાં સંસદીય મંજૂરીને આધીન અપેક્ષિત દરખાસ્તો અંતર્ગત મોટાભાગના વસાહતીઓ માટે કાયમી વસવાટ માટેનો લાયકાતનો સમયગાળો પાંચથી 10 વર્ષ સુધી બમણો કરવાનો સમાવેશ થાય છે, જેમાં શરણાર્થીઓને સંભવત: 20 વર્ષ સુધી રાહ જોવી પડશે.દેશમાં રક્ષણ આપવામાં આવેલા શરણાર્થીઓ આપમેળે કાયમી વસવાટ માટે આગળ વધી શકે છે એવી લાંબા સમયથી ચાલતી ધારણાને સમાપ્ત કરતા ફેરફારો યુકે સરકાર લાવી રહી છે. તા. 2ને સોમવારથી હોમ સેક્રેટરી શબાના મહમૂદ માન્ય શરણાર્થીઓને ફક્ત કામચલાઉ રક્ષણ આપતા નવા નિયમો એસાયલમ સીસ્ટમમાં લાવી રહી છે અને તેમના કેસોની દર 30 મહિને સમીક્ષા કરવામાં આવશે. આ ઇમિગ્રેશન નિયમોમાં થનારા સુધારા માટે સંસદીય મતદાનની જરૂર નથી.